Download : શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિઘિપક્ષ) શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે સમૂહ વર્ષીતપ ઇક્ષુરસ પારણા મહોત્સવ નુ ફોરમ

વિશેષ પ્રસ્તાવના

દિવસભર આંખ મીંચીને દોડતો આજનો માનવી રાત પડતાં જ આંખો મીંચી દે છે- પોઢી જાય છે, બીજા દિવસની સવાર ન પડે ત્યાં સુધી... સૂર્યદેવનો ઉદય થતાં જ માણસ સફાળો ઉઠી જાય છે અને પોતાના કર્તવ્ય કાર્યમાં લાગી જાય છે. આ વેબસાઇટનો મુખ્ય ઉદ્દેશ આજના ભાગદોડ જીવન અને પૂરતો સમય ન મળતા ધર્મ ની સમજ પોતાના સમયે પામી શકે અને ઉત્તમ અચલગચ્છ જૈન સંઘની વિશે સંપૂર્ણપણે માહિતી મળી શકે.સાધુ-સાધ્વીનો વિહાર તેમજ ક્યાં વિચરે છે અને તેમના દર્શનનો ઉત્તમ લાભ લઈ શકાય તેમજ ચોમાસામાં ક્યાં સ્થિરતા છે તેની જાણ તથા પોતાના સમયે દર્શનનો લાભ તેમજ વૈયાવચ્ચનો લાભ મેળવી શકે.સંસ્થાનો સમય તેમજ સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરોને આપના ટેલિફોન ઉપર સંપૂર્ણ માહિતી આપવા માટે સમય લાગતા આ એક ધર્મની સાંકળ સંસ્થા સાથે તેમજ શ્રાવક સાથે જોડી રાખવા આ વેબસાઈટ તૈયાર કરવામાં આવેલ છે

અમારો સંપૂર્ણ પ્રયત્ન ધર્મને પંથે આગળ વધવાનો અને જૈન શ્રાવક, શ્રાવિકા, સાધુ-સંત અને સંઘને જોડી રાખવા અને ધર્મ નો ફેલાવો કરવા શ્રી અખિલ ભારત અચલગચ્છ(વિધિપક્ષ) શ્વેતાંબર મૂર્તિપૂજક ચતુર્વિધ જૈન કટિબધ્ધ છે. આ વેબસાઇટ તૈયાર કરવામાં આવેલ છે તેમાં કાંઈ ક્ષતિ શાસ્ત્રના હિસાબે રહી ગઈ હોય તો ઈ-મેઈલ દ્વારા લખી મોકલશો તો સંસ્થા આપના વિચારોને આવકારી યોગ્ય સુધારા કરશે.

ગચ્છનો ઈતિહાસ

જિન શાસન જયવંતુ છે . આ શાસનમાં અનેકાનેક ધુરંઘર આચાર્યો થઈ ગયા . જેમના અદ્દભૂત યોગદાનથી જ આજે આપણને શાસન મળ્યું છે .આ . આર્યરક્ષિતસૂરિ નામે બે યુગપ્રવર્તક આચાર્યો થઈ ગયા છે . પહેલા આર્યરક્ષિતસૂરિ પૂર્વધર શ્રી વજ્રસ્વામીના શિષ્ય અને ૧૯ મા યુગપ્રધાન હતા . બીજા આર્યરક્ષિતસૂરિ અચલગચ્છના પ્રવર્તક હતા . આ બંને આચાર્યો ઇતિહાસ સજી ગયા છે . બંનેએ જૈન શાસનમાં પ્રવેશેલા શિથીલાચારને દૂર કરવા કાર્ય કર્યું છે . આર્યરક્ષિતસૂરિ એક યુગપ્રવર્તક પૂરૂષ હતા . પ્રાચીન શ્રમણ સંસ્કૃતિના હાસ અને સુંદર આચાર પદ્ધતિઓના પ્રારંભ આર્યરક્ષિતસૂરિના શાસનકાળમાં જ થવા માંડયો હતો એમ કહીયે તોય ચાલે .

અચલગચ્છ પ્રવર્તક આર્યરક્ષિતસૂરિના સમયમાં ચૈત્યવાસીઓનો પ્રભાવ અનન્ય હતો .એ સમયે શિથીલાચારી ચૈત્યવાસી સાધુઓના હાથમાં જ શાસનનો દોર હતો . મોક્ષ લક્ષી આચારોમાં શિથિલ થતા જતા શ્રમણ સમુદાયને મૂળ માર્ગે વાળવા માટે આગમોક્ત સમાચારી સહ વિધિમાર્ગ અનુસરવાની આ . આર્યરક્ષિતસૂરિએ ઉદ્દઘોષણા કરી . પોતાના ઉદાત્ત ચારિત્રના પ્રભાવે ચૈત્યવાસના અંધારા ઉલેચ્યાં અને સુવિહિત વિધિમાર્ગની પુન : પ્રતિષ્ઠા કરી . જેની પરંપરા આજ દિવસ સુધી અવિચ્છીન્નપણે ચાલુ છે . એમણે જૈન ધર્મના ઉચ્ચ સિદ્ધાંતોની જાળવણીમાં ભગીરથ પુરુષાર્થ કર્યો . આગમોની પ્રધાનતા સ્વીકારીને ૭૦ બોલની પ્રારૂપણા કરી . વિધિપક્ષગચ્છ પ્રકાશ્યો જે આજ અચલગચ્છ તરીકે ઓળખાય છે . વિધિપક્ષગચ્છ નામ એટલે પાડ્યું કે ચૈત્યવસીઓએ જૈન શાસનમાં જે અવિધિ કરી નાખેલ તેનો પુન : વિધિ આચરનાર એ વિધિપક્ષગચ્છ .

જૈન શ્વેતાંબર સંઘોમાં અનેક ગચ્છોનુ અસ્તિત્વ રહ્યું છે . શ્વેતાંબર સંઘ જે સ્વરૂપમાં આજે વિદ્યમાન છે . તે સ્વરૂપના નિર્માણમાં અચલગચ્છના શ્રમણો અને શ્રાવકોનો ઉલ્લેખનીય હિસ્સો છે . વિદ્યમાન મુખ્ય ગચ્છોમાં પ્રાચીનતાની દૃષ્ટિએ ખરતગચ્છ પછી આ ગચ્છનું સ્થાન છે .

"ગચ્છ " શબ્દ ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમયમાં યોજાતા "ગણ " શબ્દનો પર્યાયિક શબ્દ છે ગણ એટલે વાચના લેનાર મુનિ સમુદાય . કલ્પસૂત્રની સ્થવિરાવલિમાંથી આપણે જાણી શકીયે છીએ કે મહાવીરસ્વામીને નવ ગણ અને અગિયાર ગણધરો હતો . એક વચનાવાળા શ્રમણ સમુદાયને પહેલા ગણ રૂપે ઓળખવામાં આવતો કાલાંતરે ગચ્છ શબ્દ પણ એક જ સમાચારી પાડતા શ્રમણ સમુદાયને ઓળખાવવા માટે રૂઢ થયો . ગચ્છોમાં આચાર્યોની માન્યતાઓમાં કેટલીક શ્રુતજ્ઞાનની માન્યતાઓમાં પરસ્પર ભેદ દેખાય છે . પરંતુ તીર્થકરોએ પ્રરૂપેલા મૂળ સિધ્દાંતો કે નવત્તત્વ , પંચાસ્તિકાય ઇત્યાદિ તત્ત્વ અંગેની માન્યતા એક સરખી જ રહી છે . જૈન શાસનમાં આજે અલગ અલગ ગચ્છો રહેલા છે અને આપણે આવી રીતે કલ્પના કરી શકીયે કે જૈન સંઘ એક વિરાટ વટવૃક્ષ છે .તેના તોતિંગ થડમાંથી શ્વેતાંબર અને દિગંબર એમ મુખ્ય બે શાખાઓ ઉદ્દભવી છે . એ શાખાઓમાંથી પણ ગચ્છો અને પેટા ગચ્છોની પ્રશાખાઓ ફૂટેલી છે . જૈન સંઘ આ રીતે જુદા જુદા ગચ્છો , સંપ્રદાયોમાં વિસ્તાર પામેલો હોઈ એ બધામાં એક જ પ્રકારનો રસ વહી રહ્યો છે . આ શાસનમાં વૃક્ષની શાખાએ શાખાએ , ડાળીએ ડાળીએ મહા પ્રભાવશાળી સત્પુરુષોના ઉત્તમ આચારોની સુવાસ ફેલાઈ રહી છે. એમાંથી જ એક મહાપુરુષ છે - અચલગચ્છના પ્રવર્તક આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિ.

શ્રી આર્યરક્ષિતસૂરિશ્વરજીના શિષ્ય પરિવારમાં ૨૨૦૨ સાધઓ અને ૧૩૧૫ સાધ્વીજીઓ હતાં તેમાં ૧૨ આચાર્યપદે, ૨૦ ઉપાધ્યાય પદે, ૭૦ પંડિત પદે મુનિઓ હતા. ૩૦૦ સાધ્વીજીઓને મહત્તરા પદ અને ૮૨ સાધ્વીજીઓને પ્રવર્તિની પદ અપાયેલ હતાં. સાધ્વીજીઓમાં મુખ્ય મહત્તરા સાધ્વી સમયશ્રીજી હતાં.

શ્રી આર્યરક્ષિતસૂરિ, શ્રી જયસિંહસૂરી, અને શ્રી ધર્મઘોષસૂરિ આ ત્રિપુટી પટ્ટધરોએ અચલ (વિધિપક્ષ) ગચ્છના પાયા સુદ્ઢ કર્યા. પછીના પટ્ટધરો અને આચાર્યોએ તો આ ત્રિપુટીએ પ્રસ્થાપિત કરેલ સમાચારિને અનુસરવાનું હતું આ પછી શ્રી મહેન્દ્રસૂરિ, મેઅતુંગસૂરિ, કલ્યાણસાગરસૂરિ આદિ અનેક વિદ્વાન આચાર્યોએ ગચ્છના વિકાસમાં ફાળો આપ્યો છે.

ત્યારબાદ આચારશુધ્ધિમાં શિથિલતા વ્યાપિ જતાં યતિ કે ગોરજીઓનો ગચ્છ પર પ્રભાવ રહ્યો. ગચ્છેશ રાજેન્દ્રસાગરસૂરિ, મુક્તિસાગરસૂરિ, સત્નાકરસાગરસૂરિ આદિના સમયમાં કચ્છના અનેક ગામોમાં જિનાલયો બંધાયા અને પ્રતિષ્ઠાઓ થઈ. છેલ્લા પૂજ્ય શ્રી જીતેન્દ્રસાગરસૂરિની વિદાયથી ગોરજીઓની પરંપરાનો અંત આવ્યો. આ પછી પરમત્યાગી તપસ્વી શ્રી ગૌતમસૂરિસાગરસૂરિજી એ શૂન્યમાંથી વિરાટનું સર્જન કર્યું. તેમણે ક્રિયોધ્ધાર કરીને સમગ્ર ગચ્છનો વિકાસ કર્યો.


      પ્રસંગો


     Advertisment

     Advertisment
© 2012 Shree Akhil Bharat Achalgachchh (Vidhipaksh) Shwetamber Jain Sangh